બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફાટી નીકળેલી હિંસા પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘પરિસ્થિતિ ગમે તે હોય, જે કોઈ પણ લોકોને વિભાજીત કરવાનો પ્રયાસ કરે છે, કુરાનમાં લખેલું છે કે તેને સજા મળશે.’
વાસ્તવમાં, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદાના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આમાં ઘણા લોકો માર્યા ગયા. આવી સ્થિતિમાં, તાજેતરમાં રાજ્યપાલ સીવી આનંદ બોઝે હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા હતા. તેમણે પીડિત પરિવારોને શક્્ય તમામ મદદની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે શમશેરગંજના જાફરાબાદ વિસ્તારમાં હરગોવિંદ દાસ અને ચંદન દાસના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા અને મૃતદેહ પર છરીના અનેક નિશાન હતા. સત્તાવાર માહિતી અનુસાર, રાજ્યપાલે પરિવારના સભ્યો સાથે વાત કરી અને તેમને મદદનું આશ્વાસન આપ્યું. પરિવારના સભ્યોએ આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.
તાજેતરમાં, ભાજપના નેતા દિલીપ ઘોષે મુર્શિદાબાદ હિંસાની ઘટનાઓ માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ઘટનાઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્દેશ પર બની હતી. તેમણે કહ્યું હતું કે મમતા બેનર્જી શું કરી રહ્યા છે? તેમની પાસે વહીવટ અને સરકાર છે; તેમણે પગલાં લેવા જાઈએ. અમે એક વાયરલ વીડિયોમાં જાયું કે રમખાણો પહેલા, તેના પોતાના લોકો લોકોને ઉશ્કેરી રહ્યા હતા. તેમને પકડવા જ પડશે.
મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. રાજ્ય સરકારે કોલકાતા હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને હિંસા કેવી રીતે ફાટી નીકળી તેની માહિતી આપી હતી. આ હિંસા અંગે, રાજ્ય સરકારે કલકત્તા હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે હિંસાના દિવસે લગભગ ૧૦,૦૦૦ લોકોની ભીડ એકઠી થઈ હતી. ભીડમાં લગભગ ૧૦ લોકો ઘાતક હથિયારો લઈને આવ્યા હતા, જેનાથી પોલીસે તેમના અધિકારીઓનું રક્ષણ કરવું પડ્યું. ટોળાએ તૈનાત પોલીસકર્મીની પિસ્તોલ પણ છીનવી લીધી.
અહેવાલમાં જણાવાયું છે કે પીડબ્લ્યુડી ગ્રાઉન્ડ પર લગભગ ૮ થી ૧૦ હજાર લોકોનું ટોળું એકઠું થયંસ હતું અને તેમાંથી લગભગ ૫ હજાર લોકો ઉમરપુર તરફ ગયા અને એનએચને બ્લોક કરી દીધો. આ પછી ભીડ બેકાબૂ થઈ ગઈ અને પોલીસ કર્મચારીઓ પર ઈંટો અને પથ્થરમારો શરૂ કરી દીધો. ટોળાએ એસડીપીઓની ગ્લોક પિસ્તોલ છીનવી લીધી અને તેમના સરકારી વાહનને આગ ચાંપી દીધી. આ હિંસામાં કેટલાક લોકોનાં મોત પણ થયા.