દિલ્હીમાં ૧૭ માર્ચે થયેલા વિરોધ પ્રદર્શન બાદ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વક્ફ સુધારા બિલ વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત, ૨૬ માર્ચે પટનામાં વિધાનસભાની સામે અને ૨૯ માર્ચે વિજયવાડામાં વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
વકફ બિલ વિરુદ્ધ રચાયેલી કાર્યવાહી સમિતિના બોર્ડ પ્રવક્તા અને કન્વીનર ડા. એસ.ક્્યુ.આર. ઇલ્યાસે મુસ્લિમ સંગઠનો, નાગરિક સમાજ ચળવળો, દલિત, આદિવાસી, ઓબીસી અને અન્ય લઘુમતી સમુદાયોના નેતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે “અલ્લાહની મદદ અને આ બધા વર્ગોના સહયોગ વિના, દિલ્હીમાં ઐતિહાસિક પ્રદર્શન શક્્ય ન હોત.” તેમણે વિરોધ પક્ષો અને સાંસદોનો પણ આભાર માન્યો જેમણે માત્ર મોટી સંખ્યામાં વિરોધમાં ભાગ લીધો જ નહીં પરંતુ વક્ફ સુધારા બિલને સંપૂર્ણપણે નકારી કાઢ્યું. બોર્ડ દ્વારા રચાયેલી ૩૧ સભ્યોની એક્શન કમિટીએ નિર્ણય લીધો છે કે આ બિલ માત્ર વિવાદાસ્પદ અને ભેદભાવપૂર્ણ નથી, પરંતુ લઘુમતી અધિકારો માટે અત્યંત હાનિકારક પણ છે. તેથી, તેની સામે બંધારણીય, કાનૂની અને લોકશાહી માધ્યમો દ્વારા દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
આંદોલનના પ્રથમ તબક્કાના ભાગ રૂપે, ૨૬ માર્ચે પટનામાં વિધાનસભાઓની સામે અને ૨૯ માર્ચે વિજયવાડામાં વિશાળ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે.એઆઇએમપીએલબીની કેન્દ્રીય નેતૃત્વ ટીમ, વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના રાષ્ટ્રીય અને પ્રાંતીય પ્રતિનિધિઓ આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેશે. આ ઉપરાંત, નાગરિક સમાજના અગ્રણી પ્રતિનિધિઓ, લઘુમતી સમુદાયો અને દલિત, આદિવાસી અને ઓબીસી વર્ગોના નેતાઓ પણ આ આંદોલનોમાં ભાગ લેશે. બોર્ડે આ કાર્યક્રમોમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને સાંસદોને પણ આમંત્રણ આપ્યું છે. સંસદ સત્ર ચાલુ હોવાથી મોટાભાગના પક્ષોએ તેમના સાંસદોને વ્હીપ જારી કર્યા હોવા છતાં, બોર્ડ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે સંયુક્ત સંસદીય સમિતિના ઓછામાં ઓછા વિપક્ષી સભ્યો આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લે.
પટના કાર્યક્રમમાં મુખ્યમંત્રીઓ સહિત જદયુ,રાજદ કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટીના રાજ્ય સ્તરના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં, શાસક ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ, કોંગ્રેસ પાર્ટી અને ડાબેરી મોરચાના પક્ષોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે. પ્રવક્તા ડા. ઇલ્યાસે જણાવ્યું હતું કે આ બે વિરોધ પ્રદર્શનો દ્વારા ભાજપના સાથી પક્ષોને સ્પષ્ટ સંદેશ આપવો પડશે – કાં તો તેઓ આ બિલમાંથી પોતાનો ટેકો પાછો ખેંચે, અથવા તેઓ અમારો ટેકો ગુમાવે.
ડા. ઇલ્યાસના મતે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ આંદોલન માટે વિગતવાર અને તબક્કાવાર યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત દેશના દરેક રાજ્યની રાજધાનીમાં વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, માલેરકોટલા (પંજાબ) અને રાંચીમાં મોટા પાયે જાહેર સભાઓ યોજાશે. આ સાથે ધરણા વિરોધ પ્રદર્શન અને માનવ સાંકળ પણ બનાવવામાં આવશે. આ ઝુંબેશને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવશે. હેશટેગ ઝુંબેશ ‘એકસ’ (અગાઉ ટીવટર) પર ચલાવવામાં આવશે. દરેક મુખ્ય શહેર અને જિલ્લા મુખ્યાલયમાં ધરણા, પરિષદો અને દેખાવો યોજવામાં આવશે, અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા રાષ્ટÙપતિને મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે.