દિલ્હી વિધાનસભા ૨૦૨૫ માટે મતદાન ૫ ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. મતગણતરી ૮ ફેબ્રુઆરીએ થશે. દરમિયાન, ઓલ ઈન્ડીયા ઈમામ એસોસિએશનના પ્રમુખ સાજિદ રશીદીએ દાવો કર્યો છે કે તેમણે ભાજપને મત આપ્યો છે. તેમના દાવાનો એક વીડિયો સામે આવ્યો છે.
ઓલ ઈન્ડીયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજિદ રશીદીએ કહ્યું, “મેં દિલ્હી ચૂંટણીમાં ભાજપને મત આપ્યો છે અને મારો વીડિયો વાયરલ કર્યો છે કારણ કે ભાજપના નામે મુસ્લીમોમાં ભય પેદા થઈ રહ્યો છે અને વિપક્ષી પાર્ટીઓ કહે છે કે મુસ્લીમોએ ભાજપને મત ન આપવો જાઈએ. ભાજપને હરાવવા માટે મુસ્લીમોનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે, નહીં તો જા તેઓ સત્તામાં આવશે તો મુસ્લીમોના અધિકારો છીનવાઈ જશે. મેં મુસ્લીમોના મનમાંથી તે ડર દૂર કરવા માટે (ભાજપને) મત આપ્યો છે. જા ભાજપ દિલ્હીમાં સરકાર બનાવે છે, તો હું મુસ્લીમોને બતાવીશ કે મુસ્લીમોના કયા અધિકારો છીનવાઈ ગયા છે.
તેમણે વધુમાં કહ્યું કે મને ધમકીઓ મળી રહી છે અને એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મને ભાજપને વેચી દેવામાં આવ્યો છે. એવું કંઈ નથી, હું ભાજપના કોઈ નેતાને મળ્યો પણ નથી. મારી સામે કેસ નોંધાયેલા છે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય મુસ્લીમોના હૃદય અને મનમાંથી ભય દૂર કરવાનો છે.