જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ભોગ બનેલા મૃતક શૈલેષભાઈ કળથીયાની આજે સવારે અંતિમ યાત્રા નીકળી. શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાડાયા. માહિતી પ્રમાણે કઠોર અબ્રામા સ્મશાનમાં તેમના પાર્થિવ મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા શૈલેષભાઈ કળથીયાનો પાર્થિવ દેહ ગઈ રાતે સુરત લાવવામાં આવ્યો હતો અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં તેમના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંતિમ વિધિ માટે શૈલેશભાઈના પાર્થિવ દેહને નિવાસ્થાને લાવતાની સાથે જ પરિજનોના ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ.
આજે સવારે શૈલેષભાઈના ઘરેથી તેમની અંતિમયાત્રા નીકળી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાડાયા. તેમની અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. સાથે જ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વીનુ મોરડીયા, ધારાસભ્ય કુમાર કાનાની સહિતના આગેવાનો તેમની અંતિમ ક્રિયામાં જાડાવા માટે પહોંચ્યા હતા.
ધારાસભ્ય વીનુ મોરડીયા પરિવારને સાંત્વના આપવા મૃતકના ઘરે પહોંચ્યા. દરમિયાન ધારાસભ્ય વીનુ મોરડીયાએ કહ્યું, “સ્વાભાવિક છે કે જે પ્રકારની ક્રૂર ઘટના બની છે એટલે આખા દેશ અને સુરતમાં અને ગુજરાતમાં ગમગીન માહોલ છે, લોકોનો આક્રોશ પણ છે. જેમનું મૃત્યુ થયું છે, તેમની અંતિમ વિધિમાં હું હાજરી આપવા આવ્યો છું.” વધુમાં તેમણે કહ્યું, “જે પ્રકારની આતંકીઓની માનસિકતા છે, એ તેમને પ્રદર્શિત કરી છે, પણ કાયરતાનું વરવું દ્રશ્ય ખડું કર્યું છે, દેશમાં અને લોકોમાં ખૂબ રોષ અને ગમગીની છે. આ દેશ જ એમને એમનો જવાબ આપશે.”
દરમિયાન પરિવારને સાંત્વના આપવા સ્ન્છ કુમાર કાનાની મૃતકના ઘરે પહોંચ્યા. કુમાર કાનાનીએ કહ્યું, “આ ઘટના ઘણી ગંભીર છે. આપને વાતો કરતા હોઈએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, પરંતુ આ હુમલાએ સ્પષ્ટ કર્યું છે કે કયો ધર્મ આતંકવાદમાં ભારે છે. નામ પૂછીને ધર્મ પૂછીને ગોળીઓ મારી છે. દેશની જનતાને વડાપ્રધાન મોદી પાસેથી જે અપેક્ષા છે, સરકાર એ પ્રમાણે જ આગળ કાર્યવાહી કરશે.”
મહ¥વનું છે કે, જયારે શૈલેષભાઈનું પાર્થિવ શરીર સુરત લાવવામાં આવ્યું ત્યારે સુરત એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. મૃતકના પરિવારના દુઃખમાં સહભાગી થવા અને સાંત્વના પાઠવવા કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન અહીં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. સાથે જ તેમણે આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની ઈચ્છા દર્શાવી હતી.