ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ નો વ્યાપ છેવાડાના લોકો સુધી પહોંચે એવા ઉમદા હેતુથી ટપાલ વિભાગ દ્વારા સમયાંતરે ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે પ્રજાસત્તાક દિન પૂર્વે સપ્તાહમાં વિવિધ બચત યોજનાઓ, વીમાઓ અને વિવિધ ભારતીય ટપાલ વિભાગની સેવાઓની જાણકારી અને લોકોને સરળતાથી સેવા મળે એવા આશ્રયથી મોટા આંકડિયા પોસ્ટ ઓફિસ ખાતે તારીખ ૨૦-૧-૨૦૨૫ થી ૨૫-૧-૨૦૨૫ દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં મોટા આંકડિયા પોસ્ટ દ્વારા શેરી મીટીંગ માઇક દ્વારા સંગીતમય શૈલીમાં પ્રચાર પ્રસાર કરાશે અને ઘરે ઘરે જઈને લોકોને પોસ્ટ ખાતા ની વિવિધ યોજના ની જાણકારી અને હેતુઓ જણાવશે તથા સ્થળ ઉપર જ ખાતા ખોલવાની અને અન્ય સેવાઓ આપશે.
તારીખ ૨૬ ૧ ૨૦૨૫ ના રોજ નિયત સમયે ધ્વજવંદન કરી ડાક ચોપાલનું આયોજન મોટા આંકડિયા પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવ્યું છે.