અમરેલીમાંથી વધુ એક સગીરાને લગ્નની લાલચે ભગાડી જવામાં આવી હતી. મોટા આંકડીયા ગામની સગીરાને રામપુર તોરી ગામનો યુવક ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ રામપુર તોરી ગામના જયદિપ ભીખુભાઇ સાગઠીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી તેમની સગીર દીકરીને લલચાવી ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી, કોઇ ગંદુ કામ કરવાના ઇરાદે તેમના ઘરેથી અપહરણ કરી લઇ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ. દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.