સાવરકુંડલાના મોટા ઝીંજુડા ગામે રહેતા પૂજારીની પુત્રીને મધ્યાહન ભોજનમાં ઓર્ડર અપાવી દેવાનો વિશ્વાસ આ ૪૦ હજારનો ચૂનો લગાવ્યો હતો. કેશવદાસ દલપતરામ નિમાવત (ઉ.વ.૭૨)એ અશરફભાઈ રફીકભાઈ કુરેશી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની પુત્રી ૨૦૧૪માં મોટા ઝીજુડા ગામમાં મધ્યાહન ભોજનમાં નોકરી કરતી હતી અને તેને કોઈ કારણસર મધ્યાહન ભોજનની નોકરી પરથી મામલતદાર સાહેબે છૂટી કરી દીધી હતી. આરોપી તેમની દિકરીને પરત મધ્યાહન ભોજનમાં ઓડર કરાવી આપશે તેવા વિશ્વાસમાં લઈ ફરીયાદી પાસેથી કટકે કટકે રૂ.૪૦,૦૦૦ લઈ તેમની દિકરીને નોકરી અપાવી નહોતી. તેમજ પૈસા પરત ન આપી તેમની સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઈ યાસીનભાઈ કાજી વધુ તપાસ કરી રહ્યા છે.