બાબરાના મોટા દેવળીયા ગામે રહેતા એક યુવકની પત્ની પાંચ મહિનાથી રિસામણે ગઈ હતી. જેને લઈ તેને લાગી આવતાં ઝેરી ટિકડા પીતા સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે મુકેશભાઈ હીરાભાઈ બગડા (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, રવજીભાઈ હીરાભાઈ બગડા (ઉ.વ.૩૩)ની પત્ની પાંચ મહિનાથી રિસામણે ગઈ હતી. જેને લઈ તેને મનમાં લાગી આવતાં અનાજમાં નાંખવાના ઝેરી ટિકડા પી લીધા હતા. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.વી. સિંઘવ વધુ તપાસ કરી રહ્યા છે.