ખાંભાના મોટા બારમણ ગામે એક એસટી બસ ચાલકે મહિલાને ટક્કર મારી હતી. જે બાદ બસ ચાલક સ્થળ પર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ભાવનાબેન મનુભાઈ પરમારે એસટી બસ નંબર જીજે-૧૮-ઝેડ-૦૮૫૩ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ વાસીંદુ નાખવા માટે જતા હતા ત્યારે સાવરકુંડલા-જાફરાબાદ રૂટની એસટી બસના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ ડ્રાયવર સ્થળ પર બસ મૂકીને નાસી ગયો હતો. અમરેલીના રાંઢીયા જીથુડી ગામ વચ્ચે ધાર પાસે રોઝડું વચ્ચે આવતા યુવકે કાવો મારતા બાઇક પરથી સંતુલન ગુમાવી દીધું હતું. જેથી બાઇક વાડમાં આવેલ ઝાડ સાથે ભટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મરણ પામ્યા હતા.