ખાંભાના મોટા બારમણ ગામે રહેતા એક યુવકને ‘તું ફોનમાં મારું નામ લઈને શું કામ વાત કરે છે’ તેમ કહી ગાળો આપી મુંઢમાર મારવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે રવજીભાઈ પુનાભાઈ સાંખટ (ઉ.વ.૫૦)એ ધર્મેશભાઈ કનુભાઈ બારૈયા તથા તુષારભાઈ ભુપતભાઈ સાંખટ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ધર્મેશભાઈ બારૈયા તેમના દીકરાનું નામ લઇ કોઇ છોકરી સાથે ફોનમાં વાત
કરતા હતા.
જેથી તેમના દીકરાએ તેમને ‘તું ફોનમાં મારું નામ લઇને શું કામ વાત કરે છે?’ તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને ગાળો બોલી મુંઢમાર માર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.વી.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.