અમરેલીની નવજીવન હોસ્પિટલ દ્વારા મોટા ભંડારિયા ગામની પ્રાથમિક શાળા ખાતે ૨૫-૦૩-૨૦૨૫, મંગળવારે બપોરે ૩થી ૫ સુધી ફ્રી નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં હોસ્પિટલના અનુભવ ફીજીશ્યન ડો. રાજન કકૈયા (એમ.ડી. ) દ્વારા સેવા આપવામાં આવશે. કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવશે. ઉપરાંત કેમ્પનો હદયરોગ, બીપી, ડાયાબીટીસ, શ્વાસ-દમ, ન્યુમોનિયા, તાવ, પક્ષઘાત, પથરી-પ્રોસ્ટેટ વગેરે દર્દીઓ પણ લાભ લઇ શકે છે. સામાન્ય રીતે ગરમીમાં ઘણીવાર બીપી, ડાયાબીટીસ વગેરે રોગોનું નિદાન થતું ના હોઈ અને દર્દી પણ આ બાબતે અજાણ હોય છે અને જયારે કોઈ ગંભીર બીમારી થાય ત્યારે ખબર પડે છે કે બીપી, ડાયાબીટીસ
જેવા રોગો ઘણા સમયથી હતા પરંતુ યોગ્ય સમયે નિદાન અને સારવાર થયેલ ન હોવાથી બીમારી વધી ગયેલ છે. આથી ગ્રામીણ ક્ષેત્રમાં ખાસ ઉમરલાયક દર્દીઓનું નિદાન થાય અને યોગ્ય સારવાર મળી રહે તેવા સેવાકીય ઉદેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.