જાફરાબાદના મોટા માણસા ગામે એક યુવકે ટ્રક સાઇડમાં લેવાનું કહેતાં તેને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે પ્રેમજીભાઈ ઉર્ફે પ્રવિણભાઈ સોમાભાઈ જોગદીયા (ઉ.વ.૩૭)એ ટીંબીવાળા કાદરભાઈના પુત્ર, શીવાભાઈ ઉર્ફે લાલભાઈ હકુભાઈ ખુમાણ, રણજીતભાઈ હકુભાઈ ખુમાણ, ઉદયભાઈ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ ત્રણ દિવસ પહેલા ટીંબી ગામે જવા નીકળ્યા ત્યારે શેરીના નાકે ટ્રક ઉભો હતો અને તેમાં મજૂરો શીંગ ભરતા હતા. તેમણે ટ્રક સાઇડમાં લેવાનું કહેતા ગાળો આપી, ધોકાથી માર માર્યો હતો. મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.