લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે ગટર પ્રશ્ન બાબતે તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્યની ચેમ્બરમાં બેઠક મળી હતી. જેમાં ગટર મુદ્દે આપવામાં આવેલ ચીમકી બાબત તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરતા તેઓએ દિવસ ૧૦ માં ગટરની કામગીરી શરૂ થઈ જશે તેવી ખાત્રી આપતા હાલ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. ગટરનું કામ શરૂ નહી થાય તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે.