વડીયાના મોટી કુંકાવાવમાં એક યુવકના રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલો ઝડપી હતી. મયુર રાવતભાઈ રાઠોડ તથા રાહુલ રાવતભાઈ રાઠોડના રહેણાંક મકાનેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭ બોટલ મળી કુલ ૩૨૦૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમણે આ મુદ્દામાલ હીરેનભાઈ ગોવિંદભાઈ લીંબડીયા પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એમ.વાઢેર વધુ તપાસ કરી રહ્યા છે. ડેડાણ ગામેથી ૫ લીટર દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી છ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.