વડીયાના મોટી કુંકાવાવ ગામે રહેતા રણજીતભાઈ કાથડભાઈ ડવ (ઉ.વ.૪૫)એ જૂનાગઢના માંગરોળ તાલુકાના કારેજ ગામના નરેન્દ્રભાઈ બાબુભાઈ કામળીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આજથી પાંચ વર્ષ પહેલા તેઓ તથા તેના પત્ની સાડી તથા ડ્રેસ વેચવાનો ધંધો કરતા હતા. તે વખતે આરોપી કુંકાવાવ ખાતે તેમના ઘરે આવ્યા હતા અને તેને પણ સાડી તથા ડ્રેસ વેચવાનો ધંધો કરવો હોવાથી તેમની પાસેથી સાડી તથા ડ્રેસ લેવા આવેલ અને આ રીતે તે અવાર-નવાર તેમના ઘરે આવતા હતા અને પત્ની સાથે ફોનમાં વાત કરતા હતા. છેલ્લા દોઢેક વર્ષથી તેમણે ધંધો બંધ કરી દીધો હતો. તેમ છતાં આરોપી ફોન કરી તેના પત્ની સાથે વાત કરાવવાનું કહેતા હતા. તેમની પત્નીને હવે આ આરોપી સાથે કોઇ સંબંધ ન હોવા છતાં આરોપીને વાત કરવી હતી અને તેઓ વાત કરવા દેતા નહોતા. જેથી તેમના ફોનમાં જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.