ગરીબ વર્ગની છોકરીઓને પોતાના મકાને રાખી જુદી જુદી જગ્યાએ પુરુષો સાથે દેહવ્યાપારનો ધંધો કરાવવા મોકલી ગેરકાયદેસર કૃત્ય કરાવવામાં આવતું હતું. જે સબબ મોટી કુંકાવાવ ગામે દેહવ્યાપારનાં કારણોસર મોકલેલ મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે દેહવ્યાપારનાં ધંધામાં મોકલનાર દયાબેન રાઠોડની વડીયા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા મહિલા આરોપીના દિન-૧ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે.