અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ ૨૦૨૪ માં મોણવેલ પ્રાથમિક શાળાએ તાલુકા કક્ષાએ શાનદાર પ્રદર્શન કરતાં પ્રથમ નંબર મેળવ્યો છે. તાલુકા કક્ષાની રમતોત્સવની સ્પર્ધાઓ ૨૬ થી ૩૦ જુલાઈ દરમિયાન દામાણી હાઈસ્કૂલ, ધારી ખાતે યોજાઈ હતી. જેમાં મોણવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૬૦૦ મીટર, ૮૦૦ મીટર દોડ, વિÎન દોડ, ચક્ર ફેંક, ઉંચી કૂદ અને લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિ માટે શાળાના કોચ પી.પી. સાવલીયાએ ખેલાડીઓને તાલીમ આપી હતી. શાળા સ્ટાફ અને આચાર્ય ભેડાભાઈએ પણ ખેલાડીઓને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. મોણવેલ ગામના સરપંચ જેનીલ ડાવરાએ આ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને જિલ્લા કક્ષાએ પણ સારું પ્રદર્શન કરવાની શુભકામનાઓ પાઠવી હતી.