મોરબીના ટંકારા નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં પોલીસે જુગારની રેડ કરીને રૂપિયા ૬૩ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે જુગાર રેડ મામલે મોરબીના ટંકારાના પીઆઈ અને કોન્સ્ટેબલની અગાઉ બદલી કરવામાં આવી હતી. તો આજે પીઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મોરબીના ટંકારા પોલીસે કમ્ફર્ટ રિસોર્ટ ખાતે ગત તા. ૨૭-૧૦ ના રોજ રેડ કરીને રૂપિયા ૬૩.૧૫ લાખની રોકડ રકમ સાથે નવ આરોપીને ઝડપી લીધા હતા. જે રેડમાં પોલીસ અધિકારીઓએ તોડ કર્યા તેમજ આરોપીના નામો ફેરવ્યાના આરોપોને પગલે પીઆઈ વાય. કે. ગોહિલઅને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની બદલી કરવામાં આવી હતી.
જે રેડ બાદ ગઈકાલે તા. ૦૬ ડીસેમ્બરના રોજ વડા નિર્લિપ્ત રાય કમ્ફર્ટ રિસોર્ટ ખાતે તપાસ અર્થે આવ્યા હતા અને કમ્ફર્ટ રિસોર્ટમાં તપાસ ઉપરાંત પોલીસના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટ મોરબી એસપીને સોપાયો હતો. ત્યારબાદ સસ્પેન્ડ કર્યા હતા.