ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલની ૧૮મી સીઝનની છઠ્ઠી મેચ રમાઈ રહી છે, જેમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ રહેલા ઓપનિંગ બેટ્‌સમેન યશસ્વી જયસ્વાલ પોતાની ટી૨૦ કારકિર્દીમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. આ મેચમાં યશસ્વી જયસ્વાલે બેટિંગ દરમિયાન ૨૧ રન પૂરા કર્યા કે તરત જ તે પોતાની ટી ૨૦ કારકિર્દીમાં ૩૦૦૦ રનનો આંકડો પણ પૂર્ણ કરવામાં સફળ રહ્યો. જાકે, યશસ્વી જયસ્વાલ કેકેઆર સામેની આ મેચમાં પોતાની ઇનિંગ લંબાવી શક્યા નહીં અને ૨૯ રન બનાવીને આઉટ થયા.
યશસ્વીએ સ્પેશિયલ ક્લબમાં શુભમન ગિલને પાછળ છોડી દીધોઓછી ઇનિંગ્સમાં ૩૦૦૦ રન પૂરા કરવાના મામલે શુભમન ગિલને પાછળ છોડી દેવામાં સફળ રહ્યા છે. આ યાદીમાં ટોચ પર તિલક વર્મા છે, જેમણે માત્ર ૯૦ ઇનિંગ્સમાં પોતાના ત્રણ હજાર ટી ૨૦ રન પૂરા કર્યા. જો આપણે યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો, તે ૧૦૨ ઇનિંગ્સમાં આ આંકડા સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો, જ્યારે શુભમન ગિલે ૧૦૩ ઇનિંગ્સમાં તેના ૩૦૦૦ ટી૨૦ રન પૂરા કર્યા હતા. યશસ્વી જયસ્વાલે અત્યાર સુધીમાં ટી ૨૦ માં ૩૦૦૮ રન બનાવ્યા છે, જેમાંથી ૭૨૩ રન તેના આંતરરાષ્ટ્રીય ટી ૨૦ ફોર્મેટમાં આવ્યા છે.
યશસ્વી જયસ્વાલે ઈન્ડીયન પ્રીમિયર લીગની ૧૮મી સીઝનમાં ૨ મેચ રમી છે, જે બંનેમાં તે મોટી ઇનિંગ્સ રમી શકયો નથી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં જયસ્વાલ ફક્ત એક રન બનાવી શકયો હતો, જ્યારે કેકેઆર સામેની મેચમાં તે ૨૯ રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલના ટી૨૦ કરિયરની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ૧૦૬ મેચોમાં ૩૧.૩૩ ની સરેરાશથી રન બનાવ્યા છે, જ્યારે તેણે ૧૭ અડધી સદી અને ત્રણ સદીની ઇનિંગ્સ પણ રમી છે.