(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૨૫
હમાસ અને ઈઝરાયેલ છેલ્લા નવ મહિનાથી યુદ્ધ લડી રહ્યા છે. હમાસને ખતમ કરવાનો ઇઝરાયેલનો નિર્ણય ગાઝા પટ્ટીના લોકો પર ભારે પડી રહ્યો છે. ગાઝામાં ઉભી થયેલી માનવીય પરિસ્થતિને લઈને દેશભરમાં ગુસ્સો વધી રહ્યો છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે બુધવારે અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. જાકે આ દરમિયાન ભારે હંગામો થયો હતો. નેતન્યાહુની ધરપકડની માંગણી સાથે હજારો વિરોધીઓએ કેપિટોલ બિલ્ડંગની આસપાસ કૂચ કરી. તે જ સમયે, પેલેસ્ટનિયન મૂળના અમેરિકન સાંસદ રશીદા તલેબે સંસદમાં ઇઝરાયેલના પીએમના ભાષણ દરમિયાન વિરોધ વ્યક્ત કર્યો હતો. તેઓએ ‘યુદ્ધ ગુનેગાર’ અને ‘નરસંહારના દોષિત’ એવા પ્લેકાર્ડ બતાવીને વિરોધ કર્યો.ગાઝામાં ઈઝરાયેલના હુમલાની ટીકા કરનાર પેલેસ્ટનિયન હાની અલમાધુને પણ તલેબને ટેકો આપ્યો હતો. તલિબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કહ્યું, ‘આજે મારી સાથે ચેમ્બરમાં હાની અલમાધુન પણ હાજર હતી. તેણે યુદ્ધમાં તેના પરિવારના ૧૫૦ થી વધુ સભ્યો ગુમાવ્યા. તેની બહેનને પ્રાણીઓનો ચારો ખાવા માટે મજબૂર જાઈને, અલ્માધુન અને તેના પરિવારે ભૂખ્યા પડોશીઓને ખવડાવવા માટે સૂપ રસોડું શરૂ કર્યું.તેમણે આગળ લખ્યું, ‘હું સત્ય બોલવામાં ક્યારેય શરમાતી નથી. ઈઝરાયેલ સરકાર પેલેસ્ટાઈનીઓ સામે નરસંહાર કરી રહી છે. પેલેસ્ટનિયનોનો નાશ કરવામાં આવશે નહીં.