મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વીક સ્તરે માન્યતા મળી છે. તાજેતરમાં રાજ્યના ચાર ઐતિહાસિક સ્થળોને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં વધુ સમાવેશ માટે કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં મધ્યપ્રદેશ સહિત ભારતના કુલ છ ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી યાદવે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, રાજ્યએ વિશ્વ મંચ પર તેના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેમાં અશોક શિલાલેખ સ્થળો, ચૌસઠ યોગિની મંદિર, ગુપ્તકાળના મંદિરો અને બુંદેલાઓના મહેલ-કિલ્લાઓનો યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સમાવેશ થયો છે, જે ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિદૃશ્યમાં મધ્યપ્રદેશના અનોખા સ્થાનને પ્રતિબિંબિત કરે છે.”
તેમણે વધુમાં કહ્યું, “આ સન્માન રાજ્યની અમૂલ્ય વારસાને જાળવવાની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.” ગયા વર્ષે પણ, યુનેસ્કોએ રાજ્યના છ અન્ય વારસા સ્થળોનો સમાવેશ તેની કામચલાઉ યાદીમાં કર્યો હતો, જેમાં ગ્વાલિયર કિલ્લો, બુરહાનપુરમાં ખૂની ભંડારા, ચંબલ ખીણના રોક આર્ટ સાઇટ્સ, ભોજપુરમાં ભોજેશ્વર મહાદેવ મંદિર, મંડલામાં રામનગર ગોંડ સ્મારકો અને ધમ્નારનો ઐતિહાસિક સમૂહનો સમાવેશ થાય છે.
આ નવીનતમ સમાવેશ સાથે, મધ્યપ્રદેશમાં હવે કુલ ૧૮ યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વારસા સ્થળો છે. આમાંથી, ત્રણ સ્થળોને કાયમી યાદીમાં અને ૧૫ સ્થળોને કામચલાઉ યાદીમાં સમાવવામાં આવ્યા છે. કાયમી યાદીમાં ખજુરાહો મંદિરોનો સમૂહ, ભીમબેટકા ખડક આશ્રયસ્થાનો અને સાંચી ખાતેના બૌદ્ધ સ્મારકોનો સમાવેશ થાય છે. આ સૂચિમાં માંડુના સ્મારકો, ઓરછાનો ઐતિહાસિક સમૂહ, નર્મદા ખીણમાં ભેડાઘાટ-લમેટાઘાટ, સતપુરા વાઘ અભયારણ્ય અને ભારતનું પ્રતિષ્ઠિત સાડી-વણાટ સમૂહ, ચંદેરીનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે આ સન્માન વારસા સંરક્ષણ અને ટકાઉ પર્યટન પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ, સંસ્કૃતિ વિભાગ, પુરાતત્વવિદો, ઇતિહાસ ઉત્સાહીઓ, સંગઠનો અને નાગરિકોને અભિનંદન આપ્યા જેમણે મધ્યપ્રદેશના સાંસ્કૃતિક વારસાને જાળવવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે. તેમણે મધ્યપ્રદેશના લોકોને આ ઐતિહાસિક ખજાનાના રક્ષણ માટે તેમની પ્રતિબદ્ધતામાં એક થવા હાકલ કરી, જેથી રાજ્યનું સાંસ્કૃતિક ગૌરવ વૈÂશ્વક પ્રવાસન નકશા પર સતત વધતું રહે.