સાવરકુંડલામાંથી ફરી વ્યાજંકવાદીઓ માથું ઊંચકી રહ્યા હોય તેમ લાગે છે. યુવકને ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા બાદ તેની પાસેથી પ્લોટનો વેચાણ ખત કરાવી લઈને જાનથી મારવાની ધમકી આપી હતી. ફફડી ઉઠેલા યુવક વિપુલભાઈ વિનુભાઈ કડેચા (ઉ.વ.૨૮)એ અમરદીપભાઈ બાલુભાઈ વેગડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ નાણા ધીરધાર લાયસન્સ ધરાવતા ન હોવા છતાં તેમને રૂ.૫૦,૦૦૦ની રકમ ઊંચા વ્યાજે આપી તેમની પાસેથી કુલ રૂ.૯૫,૦૦૦ વ્યાજ પેટે લીધા હતા. તેમજ તેમના પ્લોટનો વેચાણ ખત રૂ.૧,૧૦,૦૦૦ નો બળજબરીપૂર્વક કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ દેવજીભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.