વડિયા પોલીસ સ્ટેશનમાં ર૧ વર્ષીય યુવતી સામે ચાર યુવકોએ સામૂહિક દુષ્કર્મ કર્યાની પોલીસ ફરીયાદ નોંધાયા બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. યુવતિઓને દેહ વ્યાપારમાં ધકેલવાનો પર્દાફાશ થયો છે. જેમાં અમરેલીના ઓમનગરમા મકાન ભાડે રાખીને રહેતી એક દયા રાઠોડ નામની મહિલા અને દીપક નામનો દલાલ ગરીબ વર્ગની છોકરીઓને પોતાના રહેણાંક મકાનમાં રાખી તેને જૂદી-જૂદી જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવવા મોકલતો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને પણ આ દયા રાઠોડ અને દીપકે હવસખોટો પાસે દેહવ્યાર કરવા મોકલી હતી. જે અંગે દેહવ્યપાર કરાવતી દયા રાઠોડ અને દીપક નામના દલાલ સામે પોલીસે ગુનો દાખલ કરીને દયાને ઝડપી લીધી છે.