પ્રેમસંબંધે બે જીવ લીધા હતા. બોટાદમાં એક પ્રેમસબંધના કારણે યુવક અને યુવતીએ જીવ ખોવાની વારો આવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બોટાદમાં પ્રેમીની હત્યા બાદ પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેમાં આરતી કાવેઠીયાએ પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પોતાના ઘરે આપઘાત કર્યો. ગત ૨૨ નવેમ્બરે ઢાકણીયા રોડ પર બીજલ ઉર્ફે હિતેશ મહેરીયાની પ્રેમિકાના મંગેતર રોહિત ભોજૈયાએ હત્યા કરી હતી. થોડા દિવસ અગાઉ આરોપી રોહિત ભોજૈયાની બોટાદના આરતીબેન કાવેઠીયા સાથે સગાઇ થઇ હતી. મળતી માહિતી મુજબ મૃતક બીજલ ઉર્ફે હિતેશને આરતીબેન કાવેઠીયા સાથે પ્રેમસંબંધ હતો. જે બાદ યુવતીના લગ્ન અન્ય યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જે બાદ સગપણ કરાયેલ યુવકે પ્રેમી યુવકની ૨૨ નવેમ્બરે હત્યા કરી હતી. જે બાદ થોડા દિવસ પછી યુવતીએ પણ અપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.