તાજેતરમાં જ યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બગસરા મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થિનીએ કાવ્ય વાંચન સ્પર્ધામાં સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રાજકોટ ખાતે યોજાયેલ યુવા ઉત્સવમાં બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં ધો.૧રમાં અભ્યાસ કરતી ખુશી જયંતિભાઈ સાગઠીયાએ કાવ્ય વાંચન સ્પર્ધામાં સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ખાંભા તાલુકાના નાના એવા ગામમાંથી આવતી આ વિદ્યાર્થિનીએ પ્રથમવાર જ કાવ્ય વાંચન સ્પર્ધામાં ભાગ લીધો હતો. રાજયમાં પ્રથમ ક્રમાંક આવતા શાળાના આચાર્ય વિનોદ જેઠવા અને માર્ગદર્શક શિક્ષક સ્નેહી પરમારે વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવ્યા છે. ખુશી સાગઠીયા હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.