ઉત્તર પ્રદેશની યોગી સરકાર મદરેસા એક્ટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. હવે રાજ્યમાં હાજર મદરેસાઓ હવે કામિલ (સ્નાતક) અને ફાઝિલ (અનુસ્નાતક) ડિગ્રી આપી શકશે નહીં કારણ કે યોગી સરકાર મદરેસા એક્ટમાં સુધારો કરીને તેમના કાર્યક્ષેત્રને ૧૨ ધોરણ સુધી મર્યાદિત કરવા જઈ રહી છે. આ સુધારા માટેની દરખાસ્ત સરકાર સ્તરે તૈયાર કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે આ કાયદામાં આ વર્ગોની ડિગ્રી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આમ છતાં યોગી સરકાર મદરેસા એક્ટમાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે.
તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો અને કહ્યું હતું કે યુપી મદરેસા કાયદાની તમામ જાગવાઈઓ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી પરંતુ ૧૨મા ધોરણથી આગળ કામિલ અને ફાઝિલ પ્રમાણપત્ર આપતી મદરેસાઓને માન્યતા આપતી નથી. આ કરી શકાય છે કારણ કે ઉચ્ચ શિક્ષણ કાયદા હેઠળ સંચાલિત થાય છે, જ્યારે કાઉન્સીલની સત્તાઓ ઉત્તર પ્રદેશ મદ્રેસા શિક્ષણ પરિષદ અધિનિયમ ૨૦૦૪ માં જણાવવામાં આવી છે. જાકે, સુપ્રીમ કોર્ટે મદરેસા એજ્યુકેશન કાઉન્સીલ એક્ટની બંધારણીય માન્યતાને યથાવત રાખી હતી.
ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન કાઉન્સીલ એક્ટ ૨૦૦૪ જણાવે છે કે મદરેસા બોર્ડ મુન્શી, મૌલવી, આલીમ, કામિલ અને ફાઝિલ અભ્યાસક્રમો માટે પરીક્ષાઓનું આયોજન કરશે. આ કાયદાના આધારે, ઉત્તર પ્રદેશ સરકાર અરબી અને ફારસી મદરેસા માન્યતા પ્રશાસન સેવા નિયમન ૨૦૦૬ તૈયાર કરવામાં આવી હતી. હવે સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે મદરેસા એક્ટમાંથી કામિલ અને ફાઝિલ કોર્સ સંબંધિત તમામ જાગવાઈઓ દૂર કરશે. હવે આ માર્ગદર્શિકા માત્ર ધોરણ ૧૨ સુધી મર્યાદિત રહેશે.