ભારતીય ક્રિકેટ ટીમ હવે ચેમ્પીયન્સ ટ્રોફી ૨૦૨૫નો ખિતાબ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. તેના અંતિમ મેચની રાહ હવે પૂરી થવા જઈ રહી છે અને હવે ફક્ત આજનો દિવસ બાકી છે. આવતીકાલે એટલે કે રવિવારે, ભારતીય ટીમ ખિતાબ જીતવા માટે દુબઈમાં ન્યુઝીલેન્ડ સાથે ફાઇનલ મેચ રમશે. દેશભરના ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચમાં, અનુષ્કા શર્મા દુબઈના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી તેના પતિ વિરાટ કોહલી અને ભારતીય ટીમને ચીયર કરતી જોવા મળશે. આ સાથે, રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સહિત ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ અહીં ભાગ લઈ શકે છે.
ચેમ્પીયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ જાવા માટે સ્ટેડિયમમાં ચાહકોની લાંબી કતાર લાગી છે. લોકોએ લાંબા સમયથી તેની ટિકિટ અને ફ્લાઇટની વ્યવસ્થા કરી છે. હવે ચાહકો આ મેચ પોતાની આંખોથી જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અનુષ્કા શર્મા પણ તેના ભાઈ સાથે અહીં પહોંચશે અને મેદાન પરથી મેચ જાશે. આ સાથે, અન્ય બોલિવૂડ સ્ટાર્સના નામ પણ પ્રકાશમાં આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સેલિબ્રિટીઓ પણ ફાઇનલ મેચ જોવા માટે મેદાન પર જોવા મળશે. જેમાંથી રણવીર કપૂર, આલિયા ભટ્ટ, સુનીલ શેટ્ટી, ઉર્વશી રૌતેલા, અહાન શેટ્ટી, વરુણ ધવન, નેહા ધૂપિયા અને રાઘવ શર્મા જેવા ફિલ્મ સ્ટાર્સના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. સુનીલ શેટ્ટીના જમાઈ કેએલ રાહુલ પણ આ મેચમાં પોતાની તાકાત બતાવશે. આ પહેલા કેએલ રાહુલે સેમિફાઇનલમાં શાનદાર ઇનિંગ રમી હતી. ઉર્વશી રૌતેલા અગાઉ ભારતીય મેચોમાં મેદાન પર જાવા મળી ચૂકી છે. અભિનેત્રી અવનીત કૌર પણ સેમિફાઇનલ મેચ જાવા માટે અહીં પહોંચી હતી.
તમને જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્માની ટીમ આવતીકાલે એટલે કે રવિવારે મેદાનમાં ઉતરશે અને ચેમ્પીયન્સ ટ્રોફી પર પોતાનો દાવો રજૂ કરશે. લોકો આ ફાઇનલ મેચની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવીને ફાઇનલમાં પ્રવેશી હતી. જ્યારે અન્ય સેમિફાઇનલ મેચમાં, ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ભારતીય ટીમ રવિવારે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે અને તેમને હરાવીને અંતિમ મેચ જીતશે.