સાવરકુંડલા શહેરમાં આગામી ધાર્મિક તહેવારો રમજાન ઈદ અને રામનવમી શાંતિ અને સુલેહથી ઉજવાય તે માટે પોલીસ તંત્ર ખડેપગે છે. આ માટે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના તમામ વર્ગના લોકોને તહેવારો શાંતિથી ઉજવવા માટે જાહેર અપીલ કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિના જતન માટે જરૂરી છે કે લોકો દરેક ઉત્સવ હર્ષ, ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવે. સાથે જ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા શહેરમાં માર્ચ પાસ્ટ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા પોલીસ તંત્ર સતત સતર્કતા સાથે પોતાની ફરજ બજાવી રહ્યું છે, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.