અર્જુનનો કસાયેલો દેહ જાઇને રવિનાના તનબદનમાં એક અનોખી ઝણઝણટી વ્યાપી ગઇ.
સલૂણી સવાર પડી જ હતી. આસપાસ રહેલા ગાઢ વૃક્ષો ઉપરથી પંખીઓનો ચહકાટ હતો. આઘેરેક રહેલા બગીચામાંથી કોયલ ટહુકી રહી હતી. મંદ મંદ શિતળ પવન આવી રહ્યો હતો અને અર્જુન ફળિયામાં ઊભો ઊભો પુલ-અપ્સ કરી રહ્યો હતો. અંડરવિયરમાંથી પરસેવો તબકતું તેનું યુવાનીથી છલકતું પૌરૂષી શરીર કોઇપણ રમણીને ઘાયલ કરી દે તેવું દીસતું હતું. સ્વાભાવિક, એટલે જ રવિના પણ વહેલી સવારના સપનાઓને આંખમાંથી અલવિદા કરી રહી હતી. પણ સામે છેડે અર્જુનના કસાયેલ દેહના કામણને પોતાની આંખમાં ભરી રહી હતી. પુલ-અપ્સ કરી રહેલા અર્જુનની નજર અચાનક સામે આવીને ઊભી રહી ગયેલ રવિના તરફ ગઇ. ચાર નજર ટકરાઇ. એ સાથે જ બે જુવાન હૈયાના ધબકારા બમણા થઇ ગયા. અર્જુને Âસ્મત કર્યુ. વળતું સ્મિત રવિના પણ કરતી-કરતી રસોડા તરફ ચાલતી થઇ પણ તેની નજરમાં થયેલા ફેરફારને અને પોતાના તરફ બદલાયેલી દ્રષ્ટિને અર્જુન તાગી શકતો હતો.
સવારમાં હળવી કસરત કરીને રોજ એક કલાક વોકીંગ કરવા જવાનો અર્જુનનો નિત્યક્રમ હતો એટલે દરવાજા ખોલીને તે વોકીંગ માટે જતો રહ્યો. રવિના તેની તરફ તાકતી ઊભી હતી ત્યાં જ અનિતા આળસ મરડત મરડતી
આભાર – નિહારીકા રવિયા બહાર આવી.
ઘરની સામેના જ રસ્તા ઉપર ચાલતા જતા અર્જુનની પીઠને તાકી રહેલી રવિનાને અનિતાએ ટપલી મારીને તંદ્રામાંથી જગાડતા કહ્યું “ભઇલો હવે વોકીંગમાં જશે. કલાક પછી આવશે.”
“ઓહ, હા દીદી, હું સવારે જાગી ત્યારે સર અહીં કસરત કરી રહ્યા હતા.” રવિનાએ ભોંઠી પડી જતા જવાબ વાળ્યો એટલે અનિતાએ હસીને કહ્યું ઃ “ભાઇને પોલીસ ખાતામાં ઓફિસર થવું છે એટલે આ બધી મહેનત કરે છે અને અને…” તેણે રવિનાની આંખમાં આંખ નાખીને કહ્યું ઃ “ભાઇ જે વસ્તુ હાથમાં એકવાર લઇ લે, તેને લોઢે લાકડે ય મૂકતો નથી. સમજી ?”
પણ રવિના જે વાત કરી રહી હતી એને લીધે સ્હેજ ગભરાઇ ગઇ પણ અનિતાને રવિનાના ગભરાટની ખબર પડી નહીં. તે તો અર્જુન વિશે વાત કરવાના મૂડમાં હતી એટલે જ તેણે રવિનાની પીઠ ઉપર હળવો ધબ્બો મારતા કહ્યું ઃ “એકવાર તું જાજે તારા બાપુને, તારી માને અને તારા ભાઇને જેણે જીવતા સળગાવ્યા છે એને ભાઇ જીવતા નહીં છોડે. એકવાર એને ખબર પડી કે આ માણસ દુઃખી થાય છે તેને કોઇ હેરાન કે પરેશાન કરે છે એટલે ભાઇ, એ જીવતી આગમાં જાનની પરવા કર્યા વગર કૂદી પડે એવો માણસ છે હજી તો એને ખબર પડી નથી તારી. પણ, બા જેવી તારા વિશે રજેરજની વાત કરશે એ ભેગી જ તને સાથે રાખીને ભાઇ પોલીસ પાર્ટીને લઇને પહોંચ્યો સમજ…”
“અરે, ના ના દીદી! એવું પ્લીઝ નહી કરતા…” રવિના સાચ્ચે જ ગભરાઇ ગઇ.
“કેમ ?” સામે છેડે અનિતા પણ એને પૂછી રહી હતી ઃ “કેમ એવું નહીં કરવાનું રવિના ? અરે, એ લોકોએ તમને લોકોને કેવો અને કેટલો અન્યાય કર્યો છે એ ખબર પડે છે ને ? અરે, મારા જેવી હોય ને તો મેં એ લોકોને ફાંસીએ લટકાવી દીધા હોત. અને તું એમ કહે છે કે નહીં..નહીં… બટ વ્હાય ? શું કામ ? ”
“અરે, એ લોકો બહુ ખેપાન છે. શઠ છે, શાતીર દુશ્મન છે. હું એવુ કરવા બેસુ તો મારી શું વલે થાય એ ખબર છે દીદી ?”
“ જે થવું હોય એ થાય પણ એ લોકોને ખબર તો પાડી જ દેવી જાઇએ અને ભઇલો એ બધુ જ કરશે …”
રવિના અને અનિતા વચ્ચેની ચર્ચા ચાલી રહી હતી કે ત્યાં જ રૂમમાંથી રાજેશ્વરી બા આવતા બોલ્યા. “ અરે અત્યારના સવારના પહોરમાં શેની ચર્ચામાં ઉતરી પડયા છો ?”
“અરે, એણે જે રીતે વાત કરી તેની…મમ્મીજી.” અનિતાએ ખુલાસો કર્યો ઃ “હું એમ કહેતી હતી કે એ લોકોને સજા મળવી જ જાઇએ. હું સાચી છું કે નહી મમ્મી ?”
“હન્ડ્રેડ પર્સન્ટ તું સાચી પણ રવિનાય જે કંઇ કહે છે તે મેં સાંભળ્યું છે એટલે આ બધુ ધીમે ધીમે કરશું અત્યારે તમે બન્ને આવી બધી ચર્ચા કરવાને બદલે બ્રશ કરી ફ્રેશ થઈ ચ્હા-પાણી પીઓ જાવ…હમણા ભાઇ આવશે એ ભેગો એનો ચ્હા નાસ્તો તૈયાર રાખવો જાઇશે ઓકે ?”
“જી…બા.” કરતી રવિના વોશરૂમ તરફ ચાલી ગઇ. રાજેશ્વરી બાએ ઝટપટ તૈયાર થઇને ગરમાગરમ થેપલા અને ચા બનાવી નાખ્યા અને પછી મંદિર તરફ તૈયાર થઇને નીકળ્યા ત્યાં જ અર્જુન સામો મળ્યો. “નાસ્તો તૈયાર કરી નાખ્યો છે હું મંદિર જાઉ છું.” “જી… મમ્મી.” કરતો અર્જુન અંદર આવ્યો. અનિતા ચા પીને વોશરૂમ ગઇ હતી. અર્જુન પરસેવે રેબઝેબ હતો એ ટુવાલ લઇને નહાવા માટે બાથરૂમ તરફ વળ્યો. પણ તેને ક્યાં ખબર હતી કે, બાથરૂમમાં તો રવિના નહાવા ગઇ હતી અને ભૂલથી દરવાજા લોક કરવાનું ભૂલી ગઇ હતી. એટલે ટુવાલ લઇને જેવો અર્જુન દરવાજા ખોલીને અંદર પ્રવેશ્યો, એ જ વેળા રવિના નહાઇને હજી ઊભી જ થઇ હતી. અને, ત્યાં જ અર્જુનની નજર તેના સમગ્ર દેહ ઉપર ફરી વળી. માત્ર અંતર્વ†માં ઊભેલી રવિનાના શરીર ઉપર ફરી રહેલી એક પૌરૂષની નજરનું મોરપિચ્છ તેની કાયાના અણુએ અણુમાં ગૂદગૂદી કરી રહ્યુ અને તેણે શરમાઇને પોતાના બન્ને હાથ પોતાના ઊભાર ઉપર ઢાંકી અવળુ ફરી ગઇ અને શરમથી પાણી પાણી થઇ ગઇ.
“તમે ય પણ…” તત્ક્ષણ પાછો ફરી જતો અર્જુન મીઠો ઠપકો આપતા ધીમેથી બબડયો ઃ “બાથરૂમનું બારણું બંધ કર્યા વગર કોઇ નહાવા બેસતું હશે ?” પણ જવાબ આપવાના રવિનાને કયાં હોશ હતા એ તો હજી એજ Âસ્થતિમાં ઊભી હતી…
——
અર્જુન તો ચા નાસ્તો કરીને “બપોરે એક વાગ્યે જમવા આવીશ” એમ કરતો ઓફિસે ચાલ્યો ગયો પણ તેની નજર આગળથી રવિનાની સંધેડા ઉતાર જેવી ઘાટીલી કાયા હટતી નહોતી. વારે વારે તેની નજર આગળ રવિનાની આંખોનો ભાવ, ચહેરા ઉપરની શરમ, તેની માંસલ પીઠ અને એવો જ નીચે તરફ લસરતો ઢોળાવ, દ્રાક્ષના લૂંબઝૂંબ ઝૂમખા જેવું શરીર જ તેને બેચેન બનાવી મૂકતા હતા. તેની પચ્ચીસ છવીસ વર્ષની ઉંમરમાં આ રીતે નહાતી
આભાર – નિહારીકા રવિયા કોઇ છોકરીને તેણે જાઇ નહોતી. એટલે તેની ધડકન એ દ્રશ્ય યાદ આવતા જાણે બેકાબૂ બની જતી હતી.
બપોરે એ જમવા આવ્યો ત્યારે તેની નજર અનાયાસ રવિનાની નજર સામે ટકરાઇ ગઇ હતી અને રવિનાની નજર એમ જ અવશપણે નીચે ઢળી ગઇ હતી. રવિનાએ અનિતાના કપડા પહેર્યા હતા અને અનિતાના કપડાનું માપ તેને પરફેકટ ફીટ થઇ રહ્યું હતું. એ અને રવિના ડાઇનીંગ ટેબલ ઉપર જમવા બેઠેલા અર્જુનને પીરસી રહ્યા હતા પણ ઉરના ઉભાર ઉપરથી વારેવારે નીચે સરકી પડતી ઓઢણીને તે ફરીવાર ઢાંકતી અર્જુનને તીરછી નજરથી જાઇ લેતી હતી અને અર્જુનની નજર જાણે પોતાની કાયાને વીંધતી હોય એવી અનુભૂતિ કરતી કરતી મનમાં ને મનમાં છટપટી ઉઠતી હતી.
બપોરે જમીને અડધી’ ક કલાક આરામ કરીને અર્જુન જેવો ઘરની બહાર નીકળ્યો કે, ત્યાં જ રિક્ષામાંથી ઉતરીને ઘરના દરવાજા તરફ આવી રહેલા એક જાજરમાન પુરૂષને જાઇને તેના મ્હોમાંથી આનંદનો ઉમળકો સરી પડયો ઃ “બાપુ તમે ?”
“હા…” હાથમાં ચાંદીની મૂઠવાળી વોકીંગ Âસ્ટક લઇને આ તરફ આવી રહેલા એ પુરૂષે, ચરણરજ લેવા વાંકા વળેલા અર્જુનને પીઠમાં વ્હાલપનો હળવો ધબ્બો મારીને ઊભો કરતા કહ્યું ઃ “આયુષ્યમાન ભવ…કિર્તીમાન ભવ…”
“પણ બાપુ તમે ? અચાનક ? ફોન બોન તો કરવો હતો !”
“લે મારે સરપ્રાઇઝ આપવી હતી કેમ વળી ? ” ખડખડાટ હસી પડતા અર્જુનના પિતાજી ઉર્ફે રૂદ્રવિજયસિંહે જવાબ વાળતા કહ્યુ ઃ “તું ઓફિસે જાય છે ?”
“હા બાપુ, સાંજે સાત વાગ્યે આવતો રહીશ.”
“ઓકે… કોઇ વાંધો નહીં. હું ઘેર જાઉ છું ”
પણ એણે જેવો અંદર પગ મૂક્યો કે જમ્યાનાં એંઠા વાસણ બહાર ચોકડીમાં મૂકવા આવેલી રવિનાને જાઇને તેના પગ ત્યાંને ત્યાં જ થંભી ગયા અને સામે પક્ષે રવિનાના હાથમાં રહેલા એંઠા વાસણનો ખૂમચો પણ યથાવત રહી ગયો… (ક્રમશઃ)