યુએસ નાણા મંત્રાલયે ડ્રોન એન્જીન અને પાર્ટ્‌સ બનાવતી બે ચીની કંપનીઓ સામે પ્રતિબંધોની જાહેરાત કરી છે. યુએસ સરકારે કહ્યું છે કે આ કંપનીઓએ રશિયાને લાંબા અંતરના ડ્રોન વિકસાવવામાં સીધી મદદ કરી હતી જેનો ઉપયોગ યુક્રેન યુદ્ધમાં થયો હતો. વરિષ્ઠ અધિકારીઓએ પ્રતિબંધોની જાહેરાત કરતા પહેલા નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે યુક્રેન સામે ક્રેમલિનના યુદ્ધને ચાલુ રાખવા માટે યુ.એસ.એ અગાઉ ચીન પર રશિયાના લશ્કરી-ઔદ્યોગિક આધારને સમર્થન આપવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે નવીનતમ પ્રતિબંધો બેઇજિંગ અને મોસ્કો વચ્ચેની “સીધી પ્રવૃત્તિ” ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયાના ગાર્પિયા શ્રેણીના લાંબા અંતરના હુમલાના ડ્રોનને ચીનમાં રશિયન સંરક્ષણ કંપનીઓના સહયોગથી બનાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ યુક્રેનમાં યુદ્ધ દરમિયાન મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યો હતો. જેના કારણે મોટાપાયે વિનાશ સર્જાયો હતો. બેઇજિંગે ભારપૂર્વક જણાવ્યું છે કે તે યુક્રેન કે રશિયાને હથિયારો પૂરા પાડતું નથી. તેણે રશિયા સાથેના તેના વેપારને સામાન્ય અને પારદર્શક ગણાવ્યો છે.
યુએસ વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસ ડ્રોન એન્જીન બનાવતી ‘ઝિયામેન લિમ્બાચ એરક્રાફ્ટ એન્જીન કંપની’ અને રશિયન કંપની સાથે કામ કરતી ‘રેડલેપસ વેક્ટર ઇન્ડસ્ટ્રી’ પર પ્રતિબંધો લાદી રહ્યું છે. તેમણે સંકેત આપ્યો કે બંને ચીની કંપનીઓ વર્ષની શરૂઆતથી જ રશિયનો સાથે મળીને લાંબા અંતરના હુમલાના ડ્રોન વિકસાવી રહી છે. વહીવટીતંત્રે ્‌જીદ્ભ વેક્ટરના લાભકારી માલિક, રશિયન નાગરિક આર્ટેમ મિખાઈલોવિચ યામશિકોવ અને રશિયન એન્ટીટી ટીડી વેક્ટર સામે પણ પ્રતિબંધોની જાહેરાત કરી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું.