દક્ષિણ ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રશ્મીકા મંદાનાએ ઇતિહાસ રચ્યો છે. તે હવે એકમાત્ર એવી અભિનેત્રી બની ગઈ છે જેની ત્રણ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’એ આ પ્રતિષ્ઠિત ક્લબમાં સ્થાન બનાવ્યું છે.
લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત, ‘છાવા’ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ માત્ર ૨૩ દિવસમાં ૫૦૦ કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
રશ્મીકાની છેલ્લી બે ફિલ્મો ‘એનિમલ’ અને ‘પુષ્પા ૨: ધ રૂલ’ પણ ભારતીય બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શવામાં સફળ રહી હતી. આ સિદ્ધિ સાથે, રશ્મીકાએ ઘણી અનુભવી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. દીપિકા પાદુકોણ, નયનતારા અને શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓની આ ક્લબમાં ફક્ત એક જ ફિલ્મ છે.
રશ્મીકા મંડન્નાની સફળતા ફક્ત બોક્સ ઓફિસના આંકડા સુધી મર્યાદિત નથી, પરંતુ તે તેના અભિનયની વૈવિધ્યતા અને વિવિધ ફિલ્મ ઉદ્યોગોમાં તેની વ્યાપક અપીલ દર્શાવે છે. ‘એનિમલ’માં તેમનો શક્તિશાળી અભિનય હોય, ‘પુષ્પા ૨’માં તેમની સામૂહિક મનોરંજક છબી હોય કે ‘છાવા’માં તેમનો પ્રભાવશાળી પાત્ર હોય, તેમણે દરેક ભૂમિકામાં દર્શકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ‘છાવા’ પછી, રશ્મીકા ફિલ્મ ‘સિકંદર’માં જાવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન એઆર મુરુગાદોસ કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સત્યરાજ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાવા મળશે.