રાજકોટમાં આજીડેમ પાસે દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી જેમાં માતા-પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે,ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી પરંતુ માતા-પુત્રને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતુ.શેડનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી,સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ હાથધરી હતી,આસપાસના લોકોનું નિવેદન નોંધ્યું હતુ અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો સાથે સાથે કંઈ રીતે અચાનક દીવાલ ધરાશાયી થઈ તેને લઈ હ્લજીન્ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી સાથે સાથે મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ પરિવારજનોનેમૃતદેહ સોંપવામાં આવશે.
દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ અનેક વખત બને છે,વરસાદના સમયે પાણીના કારણે દીવાલ પલડી જાય છે અને ભેજ સ્વરૂપે તે દીવાલ સુધી પહોંચી જાય છે અને અંદર રહેલી ઈંટને તે પોલી ખાય છે એટલે કે જે બાંધકામ કર્યુ હોય તે નબળુ પડી જાય છે અને દીવાલમાં તિરાડ પડવાની ઘટના બનતી હોય છે જેમ જેમ તિરાડ મોટી થતી જાય છે તેમ તેમ ફાંટા પડતા જાય છે અને આખરે દીવાલ અચાનક ધરાશાયી થાય છે જેના કારણે ઘરને અને ઘરમાં રહેલા વ્યકિતઓને નુકસાન થતું હોય છે.
વરસાદને લઈ ખાસ બજેટ સરકાર દ્રારા મહાનગરપાલિકા અને નગરપાલિકાને ફાળવવામાં આવતું હોય છે.ચોમાસામાં લોકોને તકલીફ ના પડે તે માટે વરસાદી પાણીની પાઈપલાઈન પણ નાંખવામાં આવતી હોય છે,ત્યારે નગરપાલિકા દ્રારા જર્જરીત મકાનોનો સરવે પણ કરવામાં આવતો હોય છે,ત્યારે આ સરવે થયો નહી હોય તેવું દેખાઈ આવે છે,ઘટના બન્યા પછી તંત્ર દોડે તો શું કામનું.