(એ.આર.એલ),રાજકોટ,તા.૨૭
રાજકોટના કુખ્યાત શખ્સનું જુગારધામ ઝડપાયું હતું. ઘોડીપાસાના પાટલા પર એલસીબી ટીમના દરોડા પડ્યા છે. પોલીસે દરોડા દરમિયાન આઠ લોકોની ધરપકડ કરી છે. ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ જુગારધામ એઝાઝ ઉર્ફે ટકો ખિયાણી ચલાવતો હતો. પ્રથમ વાર જ જુગારમાં જામીન મળ્યાં ન હતા. ઘોડીપાસાની ક્લબમાં નવ આરોપી જેલના હવાલે કરવામાં આવ્યા છે. જા કે રાજકોટમાં જુગાર કંઈ નવી વાત નથી. શ્રાવણ મહિનાનો પ્રારંભ થવાની તૈયારીમાં છે ત્યારે હવે કદાચ સૌરાષ્ટÙમાં એવું કોઈ શહેર બાકી નહીં હોય જ્યાં જુગાર નહીં રમાતો હોય. પોલીસ પકડી-પકડીને કેટલા શકુનિઓ પકડશે.
આ પહેલા ગયા વર્ષે શ્રાવણ મહિના પૂર્વે રાજકોટ જિલ્લા પોલીસે જુગારીઓ પર આ જ રીતે ધડબડાટી બોલાવી હતી. જેતપુરના દેરડી ગામે, પડધરીના ઢોકળીયા ગામે વાડીમાં શાપરમાં કારખાનામાં, કોટડાસાંગાણીનાં નાનામાંડવા ગામે, શાપર-વેરાવળમાં, ગોડલનાં ધુડશીયા ગામે અને પાટણવાવમાં જુગારના દરોડા પાડી જુગાર રમતા ૪૫ જુગારીઓને ઝડપી લઈ કુલ રૂ. ૭.૮૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેતપુરનાં દેરડી ગામે જાહેરમાં જુગાર રમતો દેરડી ગામનો વીનું ઠાકરશીભાઈ તારપરા સહિત નવ શખ્સોને ઝડપી જુગારના પટમાંથી રૂ. ૮૫ હજારની રોકડ કબ્જે કરી હતી. કોટડાસાંગાણી પોલીસે નાનામાડવા ગામે જાહેરમાં જુગાર રમતો મેરૂ મોહનભાઈ ચૌહાણ સહિત ચાર પતાપ્રેમીને રૂ.૧૦૪૪૦ની રોકડ સાથે કોટડાસાગાણી પોલીસ ઝડપ્યા હતા. શાપર પોલીસે વેરાવળ રામજી મંદિર પાસે જુગટુ રમતો રાજેશ ઉર્ફે રાજુ જયેન્દ્રભાઈ લુકા સહિત પાંચ પતાપ્રેમીને શાપર પોલીસ ઝડપી જુગારના પટમાંથી ૧૨,૪૫૦ની રોકડ કબ્જે કરી હતી.
ગોંડલ તાલુકા પોલીસે ઘુડશીયા ગામે આવેલા ચામુંડા માતાજી મંદિર પાસે જુગાર ખેલતો બાબુ જાદવભાઈ રૈયાણી સહિત છ શખસોને રૂ.૧૧ હજારની રોકડ સાથે ધરપકડ કરી હતી. જયારે પાટણવાવ પોલીસે આસામ ડૂંગર પાસે સીમમાં જુગાર રમતા અજય ઉર્ફે લાલો ચંદુભાઈ ઝીઝુવાડીયા સહિત છ શખ્સોને રૂ. ૧૪૫૮૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી.