તળાવમાં નહાવા જતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.  રાજકોટના લોઠડા પાસે એક દુઃખદ ઘટના બની છે. લોઠડા નજીકના તળાવમાં નહાવા ગયેલા ત્રણ યુવકો ડૂબી ગયા હતા. આ ઘટના આજે બની હતી, જેમાં ૨ યુવાનો સહીસલામત બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ એક યુવકનું કમનસીબે મોત નીપજ્યું છે.

મૃત્યુ પામનાર યુવકનું નામ અર્જુન મકવાણા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ, ૧૦૮ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ તળાવમાં નહાવા જતા લોકો માટે ચેતવણીરૂપ છે, કારણ કે ઘણીવાર આવા બનાવો બેદરકારીના કારણે બનતા હોય છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

અગાઉ પણ તાપી નદીના રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં પતે ઉપર રમી રહેલા ત્રણ બાળકો નદીમાં ડૂબ્યા હતા. ૨ બાળકો અને ૧ કિશોરી તાપી નદી કિનારે રમી રહ્યા હતા અને નદીમાં ભરતીને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા. તાપી નાં પાણીમાં ફસાયેલા બાળકોમાંથી ૨ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા જયારે ત્રીજી બાળકી લાપતા થઈ હતી તો પોલીસે તેની શોધખોળ કરીને શોધી હતી. આમ બાળકો, યુવાનો પોતાના જીવની પરવા કર્યા વગર પાણી સાથે રમત કરવા જાય છે તો જીવન સાથે રમત થઈ જાય છે.