રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતા હોય છે. ત્યારે રાજકોટના આજીડેમ ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે. માર્કેટ યાર્ડ સર્વિસ રોડ ઉપર કન્ટેનરે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. માર્કેટ યાર્ડ નજીક આવેલી સ્કૂલથી વિદ્યાર્થિની ઘરે પર આવતી હતી, તે સમયે આ દુર્ઘટના બની હતી. અકસ્માત થતા જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
બીજી તરફ રાજકોટના કાલાવડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જ્‌યો છે. કણકોટ પાટીયા નજીક ઇનોવેટીવ સ્કૂલની બસને અકસ્માત નડ્યો છે. ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ થાંભલા સાથે અથડાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાળકો અને એક મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી. જેમાં અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.