ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિનીબા વાળા તેમના પુત્ર સહિત અન્ય ૩ વિરૂદ્ધ પ્રેમજાળમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોંડલનાં જેતપુરમાં રહેતા વૃદ્ધ વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી છે. તેજલ છૈયા, પદ્મિનીબા વાળા, પદ્મિનીબા વાળાનો પુત્ર, શ્યામ, હિરેન વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
૬૦ વર્ષીય ફરિયાદી રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ ફરિયાદમાં જણાવ્યું કે, ૧૫ દિવસ પહેલા તેજલ નામની એક છોકરી તેમના ઘરે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યું હતું અને તેમનો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં તેને ફોન કરીને કહ્યું કે મારા પતિનું અવસાન થયું છે અને મારા ઘરમાં કોઈ નથી. તમે મારું ૭-૮ લાખનું દેવું ચૂકવી દો, તમે જે કહો છો તે કરવા હું તૈયાર છું અને હું સંબંધ રાખવા માટે પણ તૈયાર છું. આમ કહીને, છોકરીએ વીડિયો કોલમાં પોતાનું ટી-શર્ટ ઉતાર્યું અને બાદમાં ફોન કાપી નાખ્યો.
બાદમાં બીજા દિવસે રમેશભાઈને ફોન આવ્યો કે જેમાં વ્યક્તિ તેજલ વિશે વાત કરવા માંગે છે અને આ અંગે તેમને રાજકોટ ઓફિસે આવવું જાઈએ. ફરિયાદીના જણાવ્યા મુજબ પદ્મિનીબા વાળા, તેજલ, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય બે લોકો સહિત ૫ લોકો જબરજસ્તીથી તેમના ઘરમાં ઘૂસી બૂમો પાડી, ખોટા આરોપો લગાવ્યા અને કહ્યું કે તે તમને રસ્તાની વચ્ચે કપડાં કાઢી ખૂબ મારીશ અને હર્ષ સંઘવીને કહી તારા ઘર પર બુલડોઝર ફેરવવાનું કહીશ.
ફરિયાદીના જણાવ્યા મુજબ, પદ્મિનીબા તેમને ધમકી આપી રહ્યા હતા ત્યારે તેમના મિત્ર વનરાજભાઈ આવ્યા અને પદ્મિનીબાએ ફરિયાદીને રાજકોટ આવીને માફીનો વીડિયો, માફી પત્ર બનાવીને મામલો થાળે પાડવાની ધમકી આપી. સમાધાન તરીકે, તેણે તેજલનું ૭-૮ લાખ રૂપિયાનું દેવું ચૂકવી દેવાની ધમકી આપી. આ દરમિયાન તેજલ નામની છોકરીએ પણ પોતાના પર્સમાંથી દવા કાઢીને પીવાનો પ્રયાસ કર્યો. ગોંડલ પોલીસ સ્ટેશનની બહાર પોતાના પર લાગેલા આરોપો વિશે બોલતા પદ્મિનીબા વાળાએ કહ્યું, “આ માણસનો ઈરાદો આ છોકરીનું શોષણ કરવાનો હતો અને અમે તેને ખુલ્લા પાડવા માટે ગોંડલ આવ્યા હતા. આ માણસ અને તેના પરિવારે પણ અમારી પાસે માફી માંગી, તમે ચાલ્યા જાઓ. તેણે માફી પણ માંગી અને કહ્યું કે હું ક્યારેય ભૂલ નહીં કરું. અમે તેને સમાચારમાં માફી માંગવાનું પણ કહ્યું છે.
મારી સાથે બે-ત્રણ દીકરા આવ્યા હતા, ખાસ કરીને મારો દીકરો મારી સાથે છે, તો મારા દીકરા વિરુદ્ધ કેમ ફરિયાદ નોંધી? અમે ત્યાં હતા, ત્યાં શાંતિથી બેઠા હતા, કોઈ હિંસા થઈ ન હતી. અમારી સામે ફરિયાદ નોંધાવવા માટે કોઈ પૂરતા પુરાવા નથી. જા તમે ન્યાયના પક્ષમાં બેસો છો, જા આપણી સાથે આવું થઈ રહ્યું છે, તો મારે પ્રશ્ન પૂછવો પડશે કે આવી બહેનો અને દીકરીઓ કોની પાસે જશે અને અત્યારે કેટલા બળાત્કારના કેસ બની રહ્યા છે, શું દીકરીઓને ન્યાય મળે છે?