રાજકોટમાં એસઓજીના નામે જીઆરડીના પૂર્વ જવાને દુષ્કર્મ આચર્યુ છે.જીઆરડીના પૂર્વ જવાને ત્યકતા સાથે દુષ્કર્મ આચર્યું છે. લગ્નની લાલચ આપી હોટેલ અને ઘરે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યક્તાએ સંબંધો તોડતા ફોટો અને વિડીયો વાઇરલ કર્યા હતા. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આશિષ રાવલ નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે.
આ પહેલા દુષ્કર્મના આવા જ એક બનાવમાં રાજકોટમાં એક ડોક્ટરે પરિણીતા સાથે દુષ્કર્મ આચરતા તેની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. દવા લેવા ગયેલી મહિલાને નંબર લઈને તે અવારનવાર તેને ક્લીનીક પર બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ બનાવની વિગત મુજબ રાજકોટમાં કૃષ્ણનગર મેઈન ચોકમાં ડો. એલ.જી.મોરી નયન ક્લીનીક ધરાવે છે. દરમિયાન ૩૦ વર્ષીય એક મહિલા ડો.મોરીના ક્લીનીક પર દવા લેવા ગઈ હતી. તે સમયે ડોક્ટરે તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ડોક્ટર મહિલાને નોકરીની લાલચ આપીને અવારનવાર ફોન કરીને ક્લીનીક પર બોલાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ રીતે તેણે અવારનવાર મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તે સિવાય ડોક્ટરે આ બનાવ અંગે કોઈને જાણ કરશે તો મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર મોરી સામે દુષ્કર્મ તથા એટ્રોસિટી હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.