રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૨૦૨૩માં થયેલા બળાત્કાર અને પોક્સો કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આરોપી વતી નિયુક્ત કરાયેલા વકીલની દલીલો અને રજૂ કરાયેલા નિર્ણયોને કોર્ટે સ્વીકારી લીધા બાદ આદેશ પસાર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩માં ધોરાજી શહેરમાં આરોપી કાલુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોર વિરુદ્ધ બળાત્કાર, પોક્સો અને ધાકધમકી આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ધોરાજી પોલીસે આરોપી કાલુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી અને તેની સામે ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી બાદ, ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ જજે આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યો છે અને તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી કાલુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોરે ફરિયાદીની સગીર પુત્રીને પ્રેમ જાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી અને પીડિતા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
ફરિયાદીએ પીડિતાની જન્મ તારીખ અંગેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પુરાવા તરીકે પીડિતાની માતાએ તે સ્થળની ગ્રામ પંચાયતના જીવંત જન્મ રજિસ્ટર અને નજીકના વર્ષોની બધી નકલો મેળવીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પીડિતાનો જન્મ રજિસ્ટરના અંશોમાં ક્યાય નોંધાયેલ નથી, જેના સંદર્ભમાં આરોપીના વકીલ સંજયકુમાર પી. વાઢેર દ્વારા તમામ દલીલો અને વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા અને દલીલોના અંતે, ધોરાજીના અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ, એ.એમ. શેખે આરોપી કાલુ ઉર્ફે શકિત બીજલભાઈ ઠાકોરને શંકાનો લાભ આપ્યો છે અને તેને નિર્દોષ છોડી મુકવાનો આદેશ પસાર કર્યો છે. આ કાર્યમાં આરોપીઓ માટે તાલુકા કાનૂની સેવા સમિતિ-ધોરાજીના વકીલ સંજયકુમાર પી. વાઢેરની નિમણૂક કરવામાં આવી હતી.