રાજકોટમાં સ્વીમિંગ અને ડાઈવિંગની નેશનલ સ્કૂલ ગેમ યોજાઈ છે પરંતુ આ સ્પર્ધા શરૂઆતથી જ વિવાદોમાં જાવા મળી છે. આ ૬૮ મી નેશનલ સ્કૂલ ગેમમાં ભાગ લેતા ૨૦૦૦ જેટલા સ્પર્ધકોને થ્રી સ્ટાર હોટેલનું કહીને આવાસમાં ઉતારો આપવામાં આવ્યો હતો. હવે જે જગ્યાએ નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ થયો છે, તે રાજકોટના કોઠારિયા રોડ પરના સરદાર પટેલ સ્વીમિંગ પૂલમાં વોશરૂમમાં ગંદકી જાવા મળી હતી. તેમજ સ્વીમિંગ પૂલ અને પ્રેક્ષક ગેલેરી પણ ટૂંકી છે.