રાજકોટ જીલ્લાનાં મોરબી તાલુકાનાં ટંકારામાં પીઆઇ તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને હાજર થવા ફરમાન પાઠવ્યું છે. બંનેની હજુ ધરપકડ થઈ નથી, માહિતી મુજબ પીઆઇ યુવરાજસિંહ ગોહિલ સામે ૪૧ લાખથી વધુની લાંચ લેવા સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ રદ કરવા પીઆઇને હાઈકોર્ટ જવું પડ્યું હતું. પરંતુ હાઈકોર્ટે ફરિયાદને રદ કરી છે, અરજદારની અરજીનો વિરોધ કર્યો છે. અરજદારના એડવોકેટે એવી રજુઆતો કરી હતી કે તેમના અરજદારે સત્તા હેઠળ ઠેકાણાએ દરોડા પાડ્યા હતા અને મોટું જુગારધામ પકડી પાડ્યું હતું.
પીઆઇ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને વોરંટ જાહેર થયાને ૩૦ દિવસની અંદર લીંબડી ડીએસપી સમક્ષ હાજર થવા ફરમાન કરાયું છે. મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ૧૯૯, ૨૩૩, ૨૨૮, ૨૦૧, ૩૩૬, ૩૩૮, ૩૪૦ ૩૦૮(૨), ૩ (૫), ૬૧, ૫૪ તેમજ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અંતર્ગત કલમ ૭, ૧૨, ૧૩(૧), ૧૩ (૨) મુજબ ફરિયાદ નોંધાઈ છે. મોરબી સેશન્સ કોર્ટ માંથી વોરંટ મેળવી નાસતા ફરતા ફરતા બંને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.