બાબરાના મોટા દેવળીયા ગામે રહેતી એક પરિણીતાને કરિયાવર મુદ્દે સાસરિયાએ કનડગત કરી હતી. જયશ્રીબેન વસંતભાઇ દાફડા (ઉ.વ.૨૬)એ રાજકોટમાં રહેતા પતિ સપનેશભાઇ જયંતીભાઇ મારૂ, સાસુ- હંસાબેન, સસરા જયંતીભાઇ, નણંદો- સેફાલી તથા સાયના ઉર્ફે જાગૃતિ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિ, સાસુ સસરા તેમજ નણંદો ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે અવાર-નવાર મેણાટોણા મારતા હતા. તેમજ તેના પિતા સાથે ફોનમાં વાત કરવા બાબતે તમામ લોકોએ ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો મુઢમાર મારી અવાર-નવાર શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.વી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.