શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના નેજા હેઠળ ચેરમેન નરેશભાઈ પટેલનાં માર્ગદર્શન અને પીઆઈ સંજય પાદરીયાની રાહબરી હેઠળ શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ પ્રેરણાદાયક કામગીરી હાથ ધરવામાં આવી છે. શિયાળાની ઠંડીમાં જરૂરિયાતમંદ પરિવારોને સહાયતા કરવા રાજકોટના વિવિધ વિસ્તારોમાં ૧૮ ડિસેમ્બરના રોજ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી ખોડલધામ યુવા સમિતિના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “ગરીબોને સહાયતા આપીને તેમને ઠંડીથી રક્ષણ કરવું એ અમારી પ્રાથમિકતા છે. આ કાર્યમાં લોકોના સહકારથી વધુ જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવાનું લક્ષ્ય છે.” આ પ્રસંગે રાજકોટવાસીઓએ પણ આ કાર્યને બિરદાવ્યું અને સમિતિના આ કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રકારની સેવાકીય કાર્યોની હારમાળા સમગ્ર ગુજરાતમાં શરુ કરાશે.