રાજકોટમાં એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના ઈન્દીરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. ઇન્દીરા સર્કલ પાસે સીટી બસે ૬ લોકોને અડફેટે લેતા ૩ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ૩ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બુધવારે સવારના સમયે ઇન્દીરા સર્કલ નજીક કેકેવી સર્કલ પાસે સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે બસ હંકારી બસ ચાલકે ૬ લોકોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. ઈન્દીરા સર્કલ પાસે બનેલી ઘટનામાં જીજે ૦૩ બીઝેડ ૦૪૬૬ નામની બસે અકસ્માત સર્જ્યો છે. એટલું જ નહીં, ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. સિટી બસ બેફામ રીતે ચલાવવામાં આવતી હોવાનો આરોપ લોકોએ કર્યો હતો.ઘટનાને પગલે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં પોલીસે પરિવારજનોને સમજાવવાના પ્રયાસ કર્યા હતો પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા ટોળું ઉગ્ર થતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો.
રાજકોટ અકસ્માતને પગલે તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. આરએમસી દ્વારા દરેક મૃતકને ૧૫-૧૫ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે ઇજાગ્રસ્તોને ૨ લાખની સહાય આપવામાં આવશે.આરએમસી દ્વારા શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. જ્યારે સીટ બસ સેવાના ઓપરેશનમાં જોડાયેલી વિસ્મય એજન્સીને તપાસ બાદ ટર્મિનેટ કરવામાં આવશે. નોંધનીય છે કે, બસ ડ્રાઈવરે કુલ ૭ ટુ વ્હીલર, ૧ રિક્ષા અને ૧ ફોર વ્હીલરને અડફેટે લીધા હતા.
રાજકોટમાં સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. સીટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે ખરેખર ધ્રુજાવી મૂકે તેવાં છે. આ ઘટનામાં લોકોના ઘટનાસ્થળે મોત નીજ્યા છે. જેના પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કેવી રીતે બસ ચાલક બેફામ રીતે બસ ચલાવી રહ્યો છે અને રસ્તા પરથી પસાર વાહનચાલકોને અડફેટે લીધા હતા. લગભગ ૨૦૦થી ૩૦૦ મીટરના અંતર સુધી વાહનચાલકોને અડફેટે લીધા હતા. મૃતકોના નામ – રાજુભાઈ ગીડા,- સંગીતાબેન નેપાળી,- કિરણબેન ચંદ્રેશકુમાર કક્કડ – ચિન્મયભાઈ ઉર્ફે લાલો જીગ્નેશ ભટ્ટ નો સમાવેશ થાય છે
ધારાસભ્ય દર્શિતા શાહ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી. સવાલ એ છે કે, શું સિટી બસના ડ્રાઈવરને તંત્રએ બેફામ રીતે બસ ચલાવવાની છૂટ આપી છે? શું સિટી બસના ડ્રાઈવરે યમદૂતની જેમ બસ ચલાવવની છૂટ મળી જાય છે? બેફામ રીતે સિટી બસ ચલાવાતી હોવાની ફરિયાદ જનતા અનેકવાર કરી ચુકી છે. પરંતુ તંત્ર ઊંઘી રહ્યું છે કે શું?
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાય ડ્રાઇવરના બ્લડ સેમ્પલ લેવાના આદેશ આપ્યા છે. ડ્રાઇવર નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટના અમારા માટે પણ દુખદ છે. આ ઘટનામાં દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવશે. મૃતક રાજુભાઈ ગીડા દ્બિષ્ઠના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા હતા.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડીન્ગ ચેરમેન ઠાકર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અકસ્માત સર્જનાર ડ્રાઇવર સારવાર હેઠળ છે તેની મુલાકાત લીધી હતી. બીજી બાજુ બસના ડ્રાઇવર સામે ઇસ્ઝ્રમાં ફરિયાદ નોંધાઇ છે. બસના ડ્રાઇવરનું નામ શિશુપાલસિંહ ઝાલા છે. ડ્રાઇવરને સ્થાનિકોએ માર મારતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટમાં આજે ૪ લોકોની જિંદગી હણી લેનાર ઇ-૨ ૫૨ નંબરની ઇલેક્ટ્રીક સિટી બસ હતી.