(એચ.એસ.એલ),રાજકોટ,તા.૨૫
રાજકોટમાં સ્વમિંગ અને ડાઈવિંગની નેશનલ સ્કૂલ ગેમ યોજાઈ છે પરંતુ આ સ્પર્ધા શરૂઆતથી જ વિવાદોમાં જાવા મળી છે. આ ૬૮ મી નેશનલ સ્કૂલ ગેમમાં ભાગ લેતા ૨૦૦૦ જેટલા સ્પર્ધકોને થ્રી સ્ટાર હોટેલનું કહીને આવાસમાં ઉતારો આપવામાં આવ્યો હતો. હવે જે જગ્યાએ નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ થયો છે, તે રાજકોટના કોઠારિયા રોડ પરના સરદાર પટેલ સ્વમિંગ પૂલમાં વોશરૂમમાં ગંદકી જાવા મળી હતી. તેમજ સ્વમિંગ પૂલ અને પ્રેક્ષક ગેલેરી પણ ટૂંકી છે.જા કે આ દરમિયાન ગુજરાતની ૫ ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલી વિદ્યાર્થિનીએ કહ્યુ કે,’૩ વર્ષની ઓલમ્પક વિજેતા કેનેડિયન સ્વમર રોલ મોડેલ છે અને તેથી હુ ભારત તરફથી ઓલમ્પક રમવા માગું છું.’
રાજકોટ મહાનગરપાલિકાના સ્વમિંગ કોચ અને છેલ્લા ૩૫ વર્ષથી વિદ્યાર્થીઓને શીખવતા બંકિમ જાશીએ જણાવ્યું હતું કે, ‘નેશનલ સ્કૂલ ગેમમાં ભારતમાંથી ૪૫ જેટલા યુનિટના ૨૦૦૦થી વધુ સ્વમર ભાગ લેવા માટે આવ્યા છે. તો ડાઈવિંગના ૧૫૦ થી વધુ ખેલાડીઓ આવ્યા છે. જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા અન્ડર-૧૪, ૧૭ અને ૧૯ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.’
તેમણે વધુમાં કહ્યું કે,’ભારતના દરેક રાજ્યો ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અહીં આવ્યા છે. વર્ષ ૨૦૧૭ પછી રાજકોટને નેશનલ સ્કૂલ ગેમ મળી છે, પરંતુ વર્ષ ૨૦૦૫ થી અત્યાર સુધીમાં ૨૫ જેટલી નેશનલ ગેમનું આયોજન કર્યું છે. જેમાં માસ્ટર્સ ઉપરાંત જુનિયર, સબ જુનિયર અને ઓપન કેટેગરીના ખેલાડીઓની અહીં સ્પર્ધા યોજાઈ ચૂકી છે. બ્રાઝિલમાં વર્ષ ૨૦૧૬ માં ઓલમ્પકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સિલેક્શન રાજકોટથી થયું હતુ. વર્ષ ૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા માટે અહીં આવ્યા હતા. અહીં કર્ણાટક, મહારાષ્ટ, તમિલનાડુ, બંગાળ, દિલ્હી અને ગુજરાતના પણ અમુક ખેલાડીઓ છે કે જેમને રેકોર્ડ બનાવેલા છે.’આ સ્પર્ધામાં ભાગ લેતી સ્વમર વેનીકા પરીખ જણાવે છે કે, ‘ગુજરાત લેવલ પર મારી પાસે ઘણી બધી સ્ટેટ ચેમ્પયનશિપ છે. જેમાં ૫ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જેમાં સૌથી વધુ બ્રેસ્ટ સ્ટ્રોક અને બટરફ્લાય ઇવેન્ટમાં રેકોર્ડ પણ બનાવ્યા છે. હું ધોરણ ૧૧ માં અભ્યાસ કરું છું અને સવારે અને સાંજે ૨-૨ કલાક સ્વમિંગની પ્રેક્ટસ કરું છું. છેલ્લા ૩ વર્ષની ઓલમ્પક ચેમ્પયન કેનેડિયન્સ સ્વમર સમર મેકીન્ટોશ તેની રોલ મોડલ હોવાનું વિદ્યાર્થિનીએ જણાવ્યું હતુ.’ઝારખંડથી આવેલા એક સ્પર્ધકે જણાવ્યું હતું કે, ‘અમે ૩૦ જેટલા સ્વમર અહીં નેશનલ સ્કૂલ ગેમમાં ભાગ લેવા માટે આવ્યા છીએ. અહીં રહેવાની વ્યવસ્થા એવરેજ છે. અમે જ્યારે અહીં સ્પર્ધામાં ભાગ લેવા માટે આવી રહ્યા હતા. તે પહેલાં થ્રી સ્ટાર હોટેલમાં રહેવાની સુવિધા આપવામાં આવશે તેવું કેહવામાં આવ્યું હતું, પરંતુ હકીકતમાં અહીં કોર્પોરેશનના આવાસમાં ઉતારો આપવામા આવેલો છે. અમે દરરોજ ૪ કલાકની સ્વમિંગની પ્રેક્ટસ કરીએ છીએ. છેલ્લા ૩ મહિનાથી વધુ મહેનત કરીએ છીએ.’તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ‘અમે અહીં આવ્યા પછી અહીં સાફસફાઈ શરૂ થઈ. જેથી ગંદકી પણ ખૂબ જ છે. શૌચાલયમાં પાણી આવતું નથી. મુખ્ય હોલમાં જ પંખો છે. રૂમમાં તો પંખા પણ નથી. અમે સ્પર્ધામાં સારી રીતે પરર્ફોર્મન્સ આપી શકીએ તે માટે તમામ વ્યવસ્થાઓ કરવી જરૂરી હતી, પરંતુ તે વ્યવસ્થા કરવામાં આવી નથી. પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જાવા મળી રહ્યો છે.’