અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. અમરેલી જિલ્લામાં રાજ્ય કે જિલ્લા બહારના કડિયા કામ, ઈંટોના ભઠ્ઠા, હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ, ફેક્ટરી, કારખાના, ખાણીપીણીની દુકાનો, લારીઓ પર તથા કલર કામ કરતા કારીગરો તથા ઔદ્યોગિક એકમોમાં કામ કરવા આવતા કારીગરો, મજૂરો, તથા ખેત મજૂરોને કામદાર તરીકે રાખનાર દલાલ, લેબર કોન્ટ્રાક્ટર સહિતની વ્યક્તિઓ માટે નિયત નમૂનાના ફોર્મમાં ઉક્ત શ્રમિકોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી નોંધણી કરાવવી. માલિકે, નિયત નમૂનાના ફોર્મમાં જે-તે કામદારને રાખનાર કામદારને રાખ્યા પછી ૨૪ કલાકમાં સચોટ વિગતોની ખાતરી કરી સંબંધિત પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપવી. આ જાહેરનામું તા.૩૦-૫-૨૦૨૫ સુધી અમલી રહેશે.