અમરેલી તાલુકાના રાજસ્થળી પ્રાથમિક શાળાના આચાર્ય શીલાબેન ઉપાધ્યાય સેવા નિવૃત્ત થતાં અને ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયત દ્વારા શીલાબેનને શાલ, શ્રીફળ, સાકરનો પડો અને સ્મૃતિ ભેટ આપવા આવી હતી. આ સાથે ધોરણ-૮ના વિદાય લેતા બાળકોને પણ ભેટ આપવામાં આવી હતી. સ્કૂલના સ્ટાફ દ્વારા પણ સન્માન પત્ર અને ભેટ આપવામાં આવી હતી. દાતા મેહુલભાઈ સેંજલિયા દ્વારા પણ ભેટ આપવા આવી હતી. આંગણવાડી બહેનો, સ્કૂલના બાળકો, એસએમસીના સભ્યો અને ગ્રામજનો દ્વારા પણ વિવિધ ભેટ આપવા આવી હતી. આચાર્ય દ્વારા શાળામાં પણ બ્લુટુથ સ્પીકર આપવામાં આવ્યું હતું અને બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું, સરપંચ ગણપતભાઇ સંજેલીયા દ્વારા ધોરણ ૮ ના બાળકોને ભેટ આપવામાં આવી હતી. આ તકે મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, ફતેપુર, ચકકરગઢ અને જનતા વિદ્યાલય મોટા ગોખરવાળા આચાર્ય, એસએમસી સભ્યો, પંચાયત સભ્યો, ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.