તુલસીશ્યામ નજીક ધારી તાલુકાના રાજસ્થળી ગીર ખાતે આવેલ સુપ્રસિધ્ધ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે શ્રીપંચ દશનામ જુના અખાડાનાં મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન, સ્થાપન અને માતાજી તથા શ્રીયંત્રનું પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ, હોમાત્મક યજ્ઞ, આશ્રમ ખાતે ધ્વજારોહણ વગેરે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી હતી. આ તકે માતાજીના શિષ્ય સમુદાય, ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો, સંતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આશ્રમ ખાતે કૃષ્ણગીરી ગોસ્વામી, કાનાભાઈ લીંબડી, જનકગીરી ધારી, ભરતબાપુ કુબાવતે સેવા આપી હતી. તેમ આશ્રમ સેવક અમીતગીરી ગોસ્વામીની યાદીમાં જણાવેલ છે.