(એ.આર.એલ),જયપુર,તા.૨૭
રાજસ્થાનના સલુમ્બરમાં ૩૦ વર્ષીય યુવકે મેલી વિદ્યાની આશંકામાં તલવાર વડે ગળું કાપીને પોતાના જ મિત્રની હત્યા કરી નાખી. નવાઈની વાત તો એ છે કે જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી તો તેણે પોતાનો જીવ પણ લઈ લીધો.રિપોર્ટ અનુસાર, આ ઘટના અંગે પોલીસે શનિવારે કહ્યું કે આરોપી ફતેહ સિંહે સાલમ્બરમાં તલવાર વડે તેના મિત્રનું ગળું કાપી નાખ્યું અને તે સ્થળ પરથી ભાગી ગયો.શુક્રવારે મોડી રાત્રે આરોપી ફતેહ સિંહને પહાડી વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક લોકોએ ઘેરી લીધો હતો. એસપી અરશદ અલીએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હોવા છતાં તેણે તેનું ગળું પણ કાપી નાખ્યું.તેણે કહ્યું, ‘ઘાયલ થયા બાદ તેને હોસ્પટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત થઈ ગયું.’ શિક્ષક શંકરલાલ મેઘવાલની હત્યા બાદ આરોપી છુપાઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે મેઘવાલ ગુરુવારે મોડી રાત્રે એક દુકાન પાસે ઊભો હતો ત્યારે ફતેહ સિંહે તેના પર તલવાર વડે હુમલો કર્યો અને તેનું ગળું કાપી નાખ્યું.જંગલમાં ભાગતા પહેલા તેણે પોતાના પુત્રને બચાવવા આવેલા મેઘવાલના પિતા દલ ચંદને પણ ઇજા પહોંચાડી હતી. તેની હોÂસ્પટલમાં સારવાર ચાલી રહી છે. આ કેસમાં પોલીસે કહ્યું કે ફતેહ સિંહને શંકા છે કે મેઘવાલ મેલીવિદ્યા કરે છે જેના કારણે તેને તેના ધંધામાં નુકસાન થયું છે.એસપી અલીએ જણાવ્યું કે, મેઘવાલ બસ્તીના લોકોએ દાવો કર્યો હતો કે મેઘવાલ અને સિંહ એક વર્ષ પહેલા સુધી સારા મિત્રો હતા. તેણે કહ્યું, તેને જાદુમાં રસ હતો.