અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહી

રાજુલાથી અડધો કિલોમીટર કડીયાળી તરફ જતા રેલવે ગરનાળુ આવે છે. અહીં રેલવે દ્વારા સિમેન્ટ રોડ બનાવ્યો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાય છે. જેના કારણે ચાર માસ સુધી સમગ્ર રસ્તો બંધ રહે છે. અહીં ૨૫૦ જેટલા ખેડૂતોને નાળામાં ગારો ખુંદીને ખેતરે જવું પડે છે. અનેક વખત રજૂઆત બાદ પણ રેલવે તંત્ર ખેડૂતોની સમસ્યાના ઉકેલમાં નિષ્ફળ રહ્યું હતું. આ અંગે રેલવે તંત્ર અને વહિવટી તંત્ર એકબીજા પર ખો આપી રહ્યું હતું. હાલ હવે શિયાળુ પાકની સિઝન શરૂ થવાની છે ત્યારે ગરનાળામાં ભરાયેલુ પાણી ખેડૂતો માટે માથાનો દુઃખાવો બન્યુ છે.