રાજુલાના ઉંટીયા ગામે મકાન બનાવવા મુદ્દે કુટુંબીજનોમાં માથાકૂટ થઈ હતી. બનાવ અંગે જસુભાઈ સાદુળભાઈ લાખણોત્રા (ઉ.વ.૨૪)એ જીકારભાઈ ભીખાભાઈ લાખણોત્રા, નાજભાઈ ભીખાભાઈ લાખણોત્રા તથા વાજસુરભાઈ ભીખાભાઈ લાખણોત્રા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરની આગળની શેરીમાં રહેતા આરોપીએ તેમના ચાલવાના રસ્તામાં ડેલી મુકવા ડોગરા ગાળ્યા હતા. જેથી તેને સમજાવવા જતાં ગાળો આપી હતી. તેમજ તેમના પિતાને પણ મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઝીકારભાઈ ભીખાભાઈ લાખણોત્રા (ઉ.વ.૪૦)એ જસુભાઈ સાદુળભાઈ લાખણોત્રા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની ડેલી બનવવા મજૂરો દ્વારા કામ કરવામાં આવતું હતું. જેથી આરોપીને ગમતું ન હોવાથી લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તેમજ તેમના માતાને પણ કપાળ પર પાઇપ મારીને ઈજા પહોંચાડી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.